સતત છેલ્લા 20 વર્ષ થી સ્નેહમિલન સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ કરતો પરીવાર એટલે સમસ્ત માંગુકિયા પરીવાર

પરિવાર એટલે સામુહિક જીવન જીવતા લોકોનો એક એવો વિશિષ્ટ જન સમુદાય, જે તેમના એક સમાન લગતા જીવન મુલ્યો, પ્રણાલિકાઓ, પરંપરાઓ, સ્થાપિત પ્રથાઓ અને સામાજિક વ્યવહારો અપનાવી, તેની સાથે સમાયોજન સાધી તેને અનુરૂપ જીવન જીવવાનો પ્રયાસ કરતો સમૂહ.

ભારતભર માં દરેક રાજ્યોમાં જીવન-મૂલ્યો, પ્રણાલિકાઓ, પરંપરાઓ, સ્થાપિત પ્રથાઓ અને સામાજીક વ્યવહારોની ભિન્નતા ધરાવતા આવા વિવિંધ પરિવાર અસ્તિત્વ ધરાવે છે. પ્રત્યેક પરિવારના સામાજીક રીતે ગઠિત પોતાના મૂલ્યો, પ્રથાઓ, રીતિ-રિવાજો, પ્રણાલિંકાઓ અને પરંપરાઓ હોય છે, જે સમૂહના લોકો દ્રારા મહદઅંશે સ્વીકાર્ય હોય છે. સમય જતા નવા આવિષ્કારો, નવી થોધો, નવી જ૩રિયાતો અને બદલાતી વિચાર થૈલિ સાથે આ મૂલ્યો, વ્યવહારો, પ્રથાઓ અને પરંપરાઓમાં પણ બદલાવ આવતા રહે છે અને પરિવારના લોકો પણ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પરિવારના બદલાતા સ્વ૩પને અનુરૂપ થવા પ્રયત્નો કરતા રહે છે.

આવો જગુજરાત નો એક પરિવાર એટલે આપણો “માંગુકિયા પરિવાર”. માંગુકિયા પરિવારના સંગઠનની સ્થાપના પરિવારના મૂલ્યો, પ્રથાઓ, નીતિનિયમો અને પરિવારને ઉપયોગી થાય એવી યોજનાઓ સાથે 2003 માં પરિવાર નાં વડીલો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર થી શરુ થયેલો આ માંગુકિયા પરિવાર આજે અલગ અલગ શહેરો તથા દેશ-વિદેશમાં કેલાયેલો છે અને ત્યાં પરિવારનું નામ કંઇ રીતે આગળ વધે તે માટે સામૂહિક પ્રયત્નો કરી રહા છે.

માંગુકિયા પરિવાર દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્નેહમિલન, ક્રિકેટ ટુર્નામેન્ટ, બિઝનેસ એકસ્પો, યુવા ટીમ એકત્રીકરણના કાર્યક્રમ વિગેરેનો સમાવેશ થાય છે. આ સાથે પરિવાર પોતાના જ સભ્યોને અનેક યોજનાઓ દ્રારા પણ મદદ૩પ થાય છે કે જેવીકે ઉચ્ય અભ્યાસ સહાય, મેડિકલ સહાય, વિધવા સહાય, વિકલાંગ સહાય અને વૃદ્ધ સહાય.

માંગુકિયા પરિવારનો ઉદ્દેશ પરિવારના દરેક સભ્યોનુ એકત્રીકરણ થાય, એકબીજામાં પ્રેમ-ભાવ વધે, એક બીજાને બિઝનેસ સપોર્ટ મળે તથા જરૂરિયાતમંદને નોકરી મળે એજ છે.

Upcoming Events

Scroll to Top